ટૂંક નોંધ લખો : હિમોફિલિયા
આ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગનો વિસ્તૃત અભ્યાસ થઈ ચૂક્યો છે. જેમાં સામાન્ય વાહક માદામાંથી અમુક નર સંતતિમાં રોગનો ફેલાવો થાય છે.
તે રુધિર ગંઠાવાની ક્રિયામાં રુકાવટ કરતો રોગ છે. રુધિરમાં રહેલું એન્ટિહિમોફિલિક ગ્લોબ્યુલિન માટેના કારકની ગેરહાજરીથી આ રોગ થાય થાય છે. એના કારણે અસરગ્રસ્ત વ્યક્તિના શરીરમાં નાનો ઘા પડવાથી પણ રુધિરનું નીકળવું બંધ થતું નથી.
વિષમયુગ્મી માદા દ્વારા હિમોફિલિયા રોગ પુત્રોમાં વહન પામે છે. માતાની રોગગ્રસ્ત હોવાની સંભાવના નહિવત્ હોય છે. કારણ કે તેમાં માતા વાહક અને પિતા અસરકર્તા હોવા જરૂરી છે.
રાણી વિક્ટોરિયાના કુટુંબની વંશાવળી આવા હિમોફિલિક વારસો દર્શાવતાં અનેક સંતાનો દર્શાવે છે. કારણ રાણી હિમોફિલિક હતાં.
વિશેષ જાણકારી (More Information) :
સ્ત્રી અને પુરૂષ જે કેટલાક આનુવાંશિક રોગોના દેખાતા લક્ષણો દર્શાવતા નથી અને સાત બાળકો ($2$ પુત્રી અને $5$ પુત્ર) ધરાવે છે. આમાંથી ત્રણ પુત્રો આપેલા રોગથી પિડાય છે. પરંતુ પુત્રીમાંથી એક પણ અસર પામેલ નથી. આ રોગ માટે તમે નીચે આપેલી આનુવંશિકતાનો કયો પ્રકાર સૂચવે છે?
કઈ લાક્ષણિકતા ફિનાઈલ કીટોન્યુરીયા સંબંધીત નથી?
રંગઅંધ માતા અને સામાન્ય પિતાને ....... હશે.
કઈ ખામી હિમોગ્લોબીનની માત્રાત્મક પ્રમાણ સાથે સંબંધીત છે?
હિમોફીલિક માણસ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમની સંતતિ કેવી હશે?